Posts

Showing posts from August, 2024

ગણદેવી તાલુકાના અમલસાડ સરી સ્ટેશન કન્યા શાળા -૧ નું શાળા કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન- 2024/25 યોજાયું.

Image
ગણદેવી તાલુકાના અમલસાડ સરી સ્ટેશન કન્યા શાળા -૧ નું શાળા કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન- 2024/25 યોજાયું. શાળા કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન-૨૦૨૪/૨૫ શાળાના સભાખંડમાં તાલુકા પંચાયત ગણદેવીના પ્રમુખશ્રી માન.પ્રશાંતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને યોજાયું,  જેમાં અતિથી વિશેષ ગણદેવી બીઆરસી કો-ઓ. શ્રીમતી સોનલબેન કનેરીયા, ગણદેવી પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી કલ્પેશભાઈ ટંડેલ, અમલસાડ ગામના સરપંચશ્રી નિલેશભાઈ નાયક, ઉપસ્થિત રહ્યા. એસએમસી અધ્યક્ષ શ્રી મોહનભાઇ પટેલ તેમજ સમગ્ર એસએમસી સભ્યોના સહકાર અને પ્રચાર પ્રસારથી મોટી સંખ્યામાં વાલીઓ પ્રદર્શન નિહાળવા ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદનાથી થઈ . મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું.  ધોરણ ૬ થી ૮ની કુલ ૩૬ કૃતિ અને ધોરણ ૩ થી ૫ની ૩૫ મળી કુલ ૭૧ કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી. તમામ બાળકોએ પોતાની જિજ્ઞાસા વૃતિથી અને વાલીઓની મદદથી પોતાનો પ્રોજેકટ તૈયાર કર્યો હતો. સમગ્ર માર્ગદર્શન વિજ્ઞાન શિક્ષકશ્રી સંજયભાઈ અને બી.એડના તાલીમાર્થી ફોરમબેન વશી દ્વારા આપવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ પોતાની સૂઝ-બૂઝનો ઉપયોગ કરીને વાલીઓના સહ...

વીર કવિ નર્મદની ૧૯૧મી જન્મજયંતિના પાવન અવસરે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીનો ૫૫મો વિશેષ પદવીદાન સમારોહ યોજાયો

Image
                                         વીર કવિ નર્મદની ૧૯૧મી જન્મજયંતિના પાવન અવસરે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીનો ૫૫મો વિશેષ પદવીદાન સમારોહ યોજાયો ૧૨ વિદ્યાશાખાના ૮૫ અભ્યાસક્રમોના ૩૯,૬૬૬ યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત  ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાનની પૂજા થાય છે: પ્રેમ, સદ્દભાવ અને કરૂણાનું વાવેતર કરે તે જ્ઞાન  માનવીય અભિગમ સાથે મેળવેલું શિક્ષણ દેશની પ્રગતિનો પાયો  સુશિક્ષિત હોવું પૂરતું નથી, ગુણવાન અને સુસંસ્કૃત હોવું જરૂરી છે                                  :- શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા આધુનિક સમયમાં ક્રિએટીવ અને ક્રિટીકલ થિન્કીંગ સાથેનું અનુભવજન્ય શિક્ષણ મેળવવું અતિ આવશ્યક: પૂર્વ કુલપતિ પ્રો.રમેશચંદ્ર કોઠારી યુવાધનને નવા પડકારો ઝીલવા સજ્જ બની શ્રેષ્ઠ રાજ્ય અને રાષ્ટ્રના નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપવાનો અનુરોધ કરતા કુલપતિ ડો.કે.એન.ચાવડા શિ...

Surat: અખંડ આનંદ કૉલેજમાં 'ગુજરાતી સાહિત્ય સભા'ના ઉપક્રમે વિધ્યાર્થીઓ દ્રારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

Image
Surat: અખંડ આનંદ કૉલેજમાં 'ગુજરાતી સાહિત્ય સભા'ના ઉપક્રમે વિધ્યાર્થીઓ દ્રારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સહુ ચલો જીવતા જંગ, બ્યૂગલો વાગે;  યા હોમ કરીને પડો ફતેહ છે આગે. ગુજરાતી ભાષાના મહાન કવિ નર્મદની જન્મ જયંતિ નિમિત્તે અને વિશ્વ ગુજરાતી ભાષા દિવસના અવસરે અખંડ આનંદ કૉલેજમાં 'ગુજરાતી સાહિત્ય સભા'ના ઉપક્રમે વિધ્યાર્થીઓ દ્રારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સહુ ચલો જીવતા જંગ, બ્યૂગલો વાગે; યા હોમ કરીને પડો ફતેહ છે આગે. ગુજરાતી ભાષાના મહાન કવિ નર્મદની જન્મ જયંતિ નિમિત્તે અને... Posted by  Information Surat GoG  on  Saturday, August 24, 2024 સહુ ચલો જીવતા જંગ, બ્યૂગલો વાગે; યા હોમ કરીને પડો ફતેહ છે આગે. ગુજરાતી ભાષાના મહાન કવિ નર્મદની જન્મ જયંતિ નિમિત્તે અને... Posted by  Information Surat GoG  on  Saturday, August 24, 2024

Tapi news : તાપીના આદિમ જૂથ સમુદાયને સરકારશ્રીના યોજનાકિય લાભો આપી મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ

Image
 Tapi news : તાપીના આદિમ જૂથ સમુદાયને સરકારશ્રીના યોજનાકિય લાભો આપી મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ *તાપી જિલ્લાના ૧૭૫ ગામોના ૬ હજારથી વધુ કુટુંબોના ૨૭,૩૯૭ લોકોને ૧૧ જેટલી સુવિધાઓ પુરી પાડી વિકાસની મુખ્ય ધારામાં જોડવાનું મહા અભિયાન એટલે PM-JANMAN :-જિલ્લા વિકાસ અધિકારીશ્રી વીએન.શાહ* - *PM-JANMAN અભિયાન અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના અધ્યક્ષસ્થને પત્રકાર પરિષદ યોજાઇ* (માહિતી બ્યુરો તાપી) તા.૨૩- ભારત સરકારશ્રી દ્વારા આદિમ જૂથ સમુદાય (PVTG) ના લોકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભો આપી વિકાસની મુખ્યધારામાં લાવવા માટે ૨૩ ઓગષ્ટ થી ૧૦ સપ્ટેમ્બર સુધી બીજા તબકાનો PMJANMAN મહા અભિયાનનો પ્રારંભ કરાયો છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આદિમજૂથની વસ્તી ધરાવતા ગામોમાં તમામ કુટુંબોને આવરી લઈ ૧૧ જેટલી સુવિધાઓ પુરી પાડવા માટે અંદાજીત રૂપિયા ૨૪ હજાર કરોડ જેટલા અંદાજીત ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે.તાપી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સો ટકા સિધ્ધિ હાંસલ થાય તે માટે કુલ ૬૮ જેટલા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ (IAS) એ પત્...

Valsad,Navsari,Dang News paper updates :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara.

Image
 Valsad,Navsari,Dang News paper updates :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara. Post courtesy: Divya Bhaskar news(VAPI ) 21-08-2024

Dang|Saputara|Ahwa:ગિરિમથક સાપુતારામાં કલેક્ટર શ્રી બી. બી. ચૌધરીનાં આગેવાની હેઠળ યોજાઈ “તિરંગા યાત્રા”

Image
               ‘હર ઘર તિરંગા અભિયાન’ : જિલ્લો ડાંગ  Dang|Saputara|Ahwa:ગિરિમથક સાપુતારામાં કલેક્ટર શ્રી બી. બી. ચૌધરીનાં આગેવાની હેઠળ યોજાઈ “તિરંગા યાત્રા”  ગિરિમથક સાપુતારા તિરંગામય બન્યુ  યાત્રાએ મુખ્ય માર્ગો ઉપર ફરી સ્થાનિકો/પ્રવાસીઓમાં લોકચેતના જગાવી ‘હર ઘર તિરંગા અભિયાન’ : જિલ્લો ડાંગ ગિરિમથક સાપુતારામાં કલેક્ટર શ્રી બી. બી. ચૌધરીનાં આગેવાની હેઠળ યોજાઈ “તિરંગા... Posted by  Info Dang GoG  on  Sunday, August 11, 2024

પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર ડાંગ જિલ્લામાં આવેલ ગિરિમાળ ધોધનો નયનરમ્ય નજારો

પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર ડાંગ જિલ્લામાં આવેલ ગિરિમાળ ધોધનો નયનરમ્ય નજારો પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર ડાંગ જિલ્લામાં આવેલ ગિરિમાળ ધોધનો નયનરમ્ય નજારો..! #GujaratNature Posted by CMO Gujarat on Saturday, August 3, 2024

Navsari: રાજ્યકક્ષાના સંસદિય બાબતોના મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયાના અધ્યક્ષસ્થાને ચીખલી તાલુકાના મજીગામ ખાતે નવસારી જિલ્લાનો વનમહોત્સવ યોજાયો

Image
  ૭૫માં જિલ્લા કક્ષાના વનમહોત્સવની ઉજવણી: નવસારી જિલ્લો  Navsari: રાજ્યકક્ષાના સંસદિય બાબતોના મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયાના અધ્યક્ષસ્થાને ચીખલી તાલુકાના મજીગામ ખાતે નવસારી જિલ્લાનો વનમહોત્સવ યોજાયો - ફક્ત એક દિવસ માટે નહીં પરંતુ 365 દિવસ વૃક્ષની જાળવણી કરી વન મહોત્સવને સાર્થક કરીએ-મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયા - નવસારી,તા.10: નવસારી જિલ્લામાં ૭૫માં જિલ્લાકક્ષાના વનમહોત્સવની ઉજવણી આજે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા, સંસદીય બાબતો પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચશિક્ષણના મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને દિનકરભવન મજીગામ, ચીખલી ખાતે યોજાયો હતો. અધ્યક્ષસ્થાનેથી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયાએ ભારતનાં પ્રથમ કૃષિ મંત્રી શ્રી કનૈયાલાલ માણેકલાલ મુન્શીનું સ્મરણ કરી તેઓ દ્વારા આરંભાયેલ આ મુહિમને તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા હાલના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગળ ધપાવી રહ્યા છે એમ ઉલ્લેખ કર્યો હતો. તેમણે પ્રવર્તમાન સમયમાં વધતા ઉદ્યોગ અને રોજગાર ધંધાઓને લઈને પર્યાવરણને જે નુકશાન થાય છે. તેમાં સુધારો કરવો અત્યંત જરૂરી બન્યો છે એમ જણાવી નવસારી જિલ્લા...

Dang|Ahwa|Vaghai|Subir|Saputara: ડાંગ જિલ્લાની કલમખેત પ્રાથમિક શાળાની શિક્ષિકા માલાકુમારી થોરાટને ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ એનાયત કરાયો :

Image
  Dang|Ahwa|Vaghai|Subir|Saputara: ડાંગ જિલ્લાની કલમખેત પ્રાથમિક શાળાની શિક્ષિકા માલાકુમારી થોરાટને ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ એનાયત કરાયો : (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા. ૭: ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં સમાવિષ્ટ કલમખેત પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી માલાબેન ધનજીભાઈ થોરાટે રાષ્ટ્રીય શિક્ષણનીતિ - ૨૦૨૦ મુજબ તેમના વર્ગ શિક્ષણ કાર્યમાં રમકડાનો ઉપયોગ કરી, નવતર અભિગમ અપનાવ્યો છે. આ પ્રયોગ થકી તેમણે શાળાના બાળકોને વિષય શિક્ષણ આપવાનો ઉત્તમ પ્રયાસ કર્યો છે.  ધોરણ ૧ અને ૨ ના બાળકોને વિષય વસ્તુ અનુરૂપ રમકડાના માધ્યમથી અધ્યયન નિષ્પતિઓને સરળતાથી કેવી રીતે શીખવી શકાય એનું એક નવતર કાર્ય આ શિક્ષિકાના વર્ગખંડમાં જોવા મળે છે.  શ્રીમતી માલાબેન ધનજીભાઈ થોરાટે શિક્ષણ કાર્યમાં રમકડાના ઉપયોગ અંગેનો પ્રોજેક્ટ તાલુકા અને જિલ્લા કક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેર અને રાજ્ય કક્ષાએ યોજાયેલ એજ્યુકેશન ઇનોવેશન ફેરમાં રજૂ કરી શ્રેષ્ઠ શિક્ષક તરીકે નમૂનારૂપ પ્રદર્શન કર્યું હતું. જેની નોંધ લઈ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સાંદિપની ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ થી  સન્માનિત કરવામાં આવ્યા હતાં. ડાંગ જિલ્લાની શિક્ષિકા શ્ર...

Vansda: વાંસદા તાલુકાના કાંટસવેલ ગામ ખાતે સુજલામ સુફલામ્ યોજના હેઠળ તળાવ ઊંડુ કર્યા બાદ સારો એવો વરસાદ પડતાં માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલે નીરના વધામણાં કર્યા.

Image
  Vansda: વાંસદા તાલુકાના કાંટસવેલ ગામ ખાતે સુજલામ સુફલામ્ યોજના હેઠળ તળાવ ઊંડુ કર્યા બાદ સારો એવો વરસાદ પડતાં  માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલે નીરના વધામણાં કર્યા. વાંસદા વિધાનસભાના કાંટસવેલ ગામ ખાતે સુજલામ સુફલામ્ યોજના હેઠળ તળાવ ઊંડુ કર્યા બાદ સારો એવો વરસાદ પડતાં તળાવ પૂરું ભરાયું ત્યારે, આજરોજ આ પ્રસંગે સમગ્ર ગામની જીવાદોરી સમાન આ તળાવ ખાતે વરુણ દેવના મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો સાથે માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલે વધામણા કરી સહુને હાર્દિક અભિનંદન પાઠવ્યા તથા વરસાદી પાણીના સંચય વિશે સમજણ આપી જળસમૃદ્ધિ લાવવા માટે આહ્વાન કર્યું. ત્યારબાદ, વૃક્ષારોપણ કરીને સમસ્ત ગ્રામજનોને પર્યાવરણ જતનનો સંદેશ પાઠવ્યો.