Posts

ધરમપુર તાલુકાની શ્રી એસ.વી.પટેલ સાર્વજનિક માધ્યમિક શાળા, આસુરાનાં અત્યાધુનિક કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ.

Image
ધરમપુર તાલુકાની  શ્રી એસ.વી.પટેલ સાર્વજનિક માધ્યમિક શાળા, આસુરાનાં અત્યાધુનિક કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ. 20-09-2024નાં રોજ શ્રી એસ.વી.પટેલ સાર્વજનિક માધ્યમિક શાળા, આસુરા, તા. ધરમપુર ખાતે ઉપસ્થિત રહી સાથી ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ સાથે અત્યાધુનિક કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે ગણદેવી વિધાનસભાનાં ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓના ભવિષ્ય નિર્માણમાં કમ્પ્યુટર નોલેજ અને કમ્પ્યુટર ટેકનોલોજીના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી,  ઉત્તમ કાર્ય બદલ તેમણે આયોજકોનો આભાર અભિવ્યક્ત કર્યો  હતો તથા સર્વે વિદ્યાર્થિઓને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી

Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી.

Image
  Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી. દાહોદ : સરકારી ઈજેનરી કોલેજ દાહોદના ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના પ્રાધ્યાપક ઇશાક શેખને ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી દ્વારા પી. એચ. ડી. ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. પ્રોફેસર શેખ દ્વારા ઇલેક્ટ્રિકલ ઇજનેરીમાં " રોબસ્ટ સ્ટેટ એસ્ટિમેશન ફોર પાવર સિસ્ટમ બેસ્ડ ઓન પી એમ યુ એન્ડ સ્કાડા મેઝરમેન્ટ" વિષય પર ડો. ચેતન શેઠના માર્ગદર્શન હેઠળ ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી ખાતે સંશોધન કાર્ય રજુ કર્યું હતું. આ સંશોધન ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના વિધાર્થીઓને નવી દિશામાં સંશોધન કાર્ય કરવાની ઉત્તમ તક પુરી પાડશે. પ્રોફેસર ઇશાક શેખને આ ઉપલબ્ધી માટે સરકારી કોલેજના આચાર્ય અને અધ્યાપકગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Khergam : વાવ પ્રાથમિક શાળા ખાતે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024 યોજાયું.

Image
Khergam : વાવ પ્રાથમિક શાળા ખાતે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024 યોજાયું. તારીખ 11-09-2024નાં દિને ખેરગામ તાલુકાની વાવ પ્રાથમિક શાળા ખાતે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024 યોજાયું હતું. જેમાં શામળા ફળિયા સી.આર.સી.માં સમાવિષ્ટ 11 સરકારી શાળાઓ અને 1 ખાનગી શાળાએ ભાગ લીધો હતો. વિભાગ ૧ આહાર, સ્વાસ્થ્ય અને સ્વચ્છતામાં 5 કૃતિ,વિભાગ ૨ પરિવહન અને સંચારમાં 1 કૃતિ, વિભાગ 3 પ્રાકૃતિક ખેતીમાં ૩ કૃતિ,વિભાગ ૪ મેથેમેટિકલ મોડેલિંગ અને કોમ્પ્યુટેશનલ થીંકીંગમાં ૫ કૃતિ અને વિભાગ ૫ (બ) સંસાધન વ્યવસ્થાપનમાં ૧ કૃતિ મળી કુલ ૧૫ કૃતિ પ્રદર્શિત થઈ હતી. જેમાં વિભાગ 1માં( ટ્રાફિક વાળી જગ્યાએ CO2નો નિકાલ) નાંધઈ પ્રાથમિક શાળા, વિભાગ 2માં (ટ્રાન્સપોર્ટ અને કોમ્યુનિકેશન) શામળા ફળિયા પ્રાથમિક શાળા, વિભાગ 3માં ( નેચરલ ફાર્મિંગ) નારણપોર પ્રાથમિક શાળા, વિભાગ 4માં (ગુણોત્તર માપકયંત્ર) નારણપોર પ્રાથમિક શાળા અને વિભાગ 5માં (નાળિયેરની છાલમાંથી કોકપિટની બનાવટ) નવી ભૈરવી પ્રાથમિક શાળા પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. તમામ કૃતિઓઓનું નિરીક્ષણ કાર્ય જનતા માઘ્યમિક શાળાનાં ગણિત વિજ્ઞાનના શિક્ષકો શ્રી પ્રિતેશભાઈ પ...

Khergam news : ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

Image
 Khergam news : ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. તારીખ 03-09-2024નાં દિને ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. જેમાં ધોરણ 5 થી 8નાં 80 બાળકોએ 24 કૃતિઓ રજૂ કરી હતી.જેમાં બાળકોએ કાર્યશીલ કૃતિઓ રજૂ કરી બાળકોમાં કુતૂહલ જમાવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં વૈજ્ઞાનિક વિચારસરણી અને વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેમજ આવનાર સમયમાં બાળ પ્રદર્શન યોજાનાર હોય બાળકો તેના પર ધ્યાન કેન્દ્રિત કરી અવનવી આઈડિયા વિચારતો થાય અને તેને કૃતિમાં પરિવર્તિત કરે એ હેતુ સિદ્ધ થાય છે. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, ખેરગામ BRC વિજયભાઈ પટેલ, ખેરગામ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ તેમજ શાળાનાં આચાર્ય/તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ સહ શાળા પરિવાર ઉપસ્થિત રહી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા.તમામ બાળકોને પ્રમાણપત્ર અને સ્મૃતિ ભેટ આપવામાં આવ્યા હતા.

ગણદેવી તાલુકાના અમલસાડ સરી સ્ટેશન કન્યા શાળા -૧ નું શાળા કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન- 2024/25 યોજાયું.

Image
ગણદેવી તાલુકાના અમલસાડ સરી સ્ટેશન કન્યા શાળા -૧ નું શાળા કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન- 2024/25 યોજાયું. શાળા કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન-૨૦૨૪/૨૫ શાળાના સભાખંડમાં તાલુકા પંચાયત ગણદેવીના પ્રમુખશ્રી માન.પ્રશાંતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને યોજાયું,  જેમાં અતિથી વિશેષ ગણદેવી બીઆરસી કો-ઓ. શ્રીમતી સોનલબેન કનેરીયા, ગણદેવી પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી કલ્પેશભાઈ ટંડેલ, અમલસાડ ગામના સરપંચશ્રી નિલેશભાઈ નાયક, ઉપસ્થિત રહ્યા. એસએમસી અધ્યક્ષ શ્રી મોહનભાઇ પટેલ તેમજ સમગ્ર એસએમસી સભ્યોના સહકાર અને પ્રચાર પ્રસારથી મોટી સંખ્યામાં વાલીઓ પ્રદર્શન નિહાળવા ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદનાથી થઈ . મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું.  ધોરણ ૬ થી ૮ની કુલ ૩૬ કૃતિ અને ધોરણ ૩ થી ૫ની ૩૫ મળી કુલ ૭૧ કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી. તમામ બાળકોએ પોતાની જિજ્ઞાસા વૃતિથી અને વાલીઓની મદદથી પોતાનો પ્રોજેકટ તૈયાર કર્યો હતો. સમગ્ર માર્ગદર્શન વિજ્ઞાન શિક્ષકશ્રી સંજયભાઈ અને બી.એડના તાલીમાર્થી ફોરમબેન વશી દ્વારા આપવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ પોતાની સૂઝ-બૂઝનો ઉપયોગ કરીને વાલીઓના સહ...