ફાધર રેમન્ડ ચૌહાણ એસ. જે. લિખિત આદિવાસી સમુદાયોમાં મરણની ઘટના પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો.
ફાધર રેમન્ડ ચૌહાણ એસ. જે. લિખિત આદિવાસી સમુદાયોમાં મરણની ઘટના પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો.
તારીખ: ૧૨-૦૫-૨૦૨૪નાં દિને સર્વોદય કન્યા છાત્રાલય, પાનખલા, (સાગબારા કોલેજની સામે) તા. સાગબારા, જિ. નર્મદા ખાતે ફાધર રેમન્ડ ચૌહાણ એસ. જે. લિખિત આદિવાસી સમુદાયોમાં મરણની ઘટના : વિધિઓ અને માન્યતાઓનું પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો હતો.
ફાધર રેમન્ડ ચૌહાણ એસ. જે. છેલ્લા ત્રણ દાયકા જેટલા લાંબા સમયથી આદિવાસી સમુદાયોની સંસ્કૃતિના જતન, કદર અને પ્રસારશ્રેણી અંતર્ગત સંશોધન કાર્યો સાથે લેખન કાર્ય કરી આપણને અત્યાર સુધી અનેક પુસ્તકો આપી ચૂક્યા છે. એ જ શ્રેણીમાં હાલ તેમણે દક્ષિણ ગુજરાતના ચાર આદિવાસી સમુદાયો ગામીત, વસાવા, ચૌધરી અને ડાંગીના અનુસંધાને આદિવાસી સમુદાયોમાં મરણની ઘટના : વિધિઓ અને માન્યતાઓ પુસ્તક તૈયાર કર્યું છે. જેનાં લોકાપર્ણ કાર્યક્રમમાં યોજાયો હતો. જેમાં મુખ્ય અતિથિઓમાં મણીલાલ હ. પટેલ (પ્રસિધ્ધ સાહિત્યકાર, વિવેચક અને નિવૃત્ત પ્રાધ્યાપક) અને ડો. ઉત્પલાબેન દેસાઈ (કન્વીનર : ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચર) જ્યારે વિશેષ ઉપસ્થિતિમાં ડો. સી. સી. ચૌધરી (ડાયરેકટર, ટ્રાયબલ રિસર્ચ સેન્ટર, બીરસામુંડા ભવન, ગાંધીનગર), અશોકભાઈ ચૌધરી (મહા સચિવ, આદિવાસી એકતા પરિષદ), પ્રા. ડો. કનુભાઈ વસાવા (સાહિત્ય અધ્યક્ષ, આદિવાસી એકતા પરિષદ), ડો. શાંતિકર વસાવા (અધ્યક્ષ, આદિવાસી એકતા પરિષદ) તેમજ સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસીયા ઉપસ્થિત રહ્યા હતા
ડાબી બાજુથી પ્રથમ ડૉ. પ્રદીપભાઈ ગરાસિયા( સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ, ગુજરાત રાજ્ય)
Comments
Post a Comment