Dediyapada: દેડીયાપાડા તાલુકાના આદીવાસી બાળકોના સર્વાંગી વિકાસ માટે સમરકેમ્પનું આયોજન

  Dediyapada: દેડીયાપાડા તાલુકાના આદીવાસી બાળકોના સર્વાંગી વિકાસ માટે સમરકેમ્પનું આયોજન

 દેડીયાપાડા તાલુકાના આદીવાસી બાળકોના સર્વાંગી વિકાસ માટે સમરકેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. સમર કેમ્પ રક્ષા ફાઉન્ડેશનના સહયોગથી પોચાભાઇ ફાઉન્ડેશન દ્વારા કુંડીઆંબા ગામે યોજવામા આવ્યો હતો. જેમાં કોરવી, કુંડીઆંબા, જરગામ, પાટડી અને ચિકદાના 200 બાળકોએ ભાગ લીધો હતો. જેમાં સંસ્થાના બાળમિત્રો દ્વારા બાળકોને ચિત્રકામ, ઓરોગામી, રમતો, વાર્તા, બાળ ગીતો દ્વારા ગમ્મત સાથે જ્ઞાન પીરસવામાં આવ્યુ હતું. બાળકોમાં શિક્ષણ પ્રત્યે રસ કેળવાય, નિયમિત સ્કૂલે જાય, પોતાનાં અધિકારો પ્રત્યે સભાન બને અને દેશનો સારો નાગરિક બને એ હેતુથી સંસ્થા દ્વારા જુદી-જુદી પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપવામા આવે છે.

Comments

Popular posts from this blog

ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ: એકતાનું પ્રતીક, બિનહરીફ વરણીની પરંપરા.

Khergam news : ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

Surat news :ડુમ્મસ બીચ ખાતે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ અંતર્ગત વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્વચ્છતા ડ્રાઈવ યોજાઈ